Wednesday, June 10, 2026
HomeGujaratમાળીયા(મી) ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબી-પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો

માળીયા(મી) ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબી-પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો

માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડે ભીમસર વિસ્તારમાંથી ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે માળીયા(મી) પોલીસને સોંપ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા, પેરોલ જમ્પ અને જેલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી. મોરબી દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું છે. તેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ ઇન્સ્પેક્ટર વી.જી. માલાણી તથા ટીમ આરોપીઓને પકડવા માટે કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન ખાનગી બાતમીના આધારે જાણ મળી હતી કે માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી કિશન નાનજીભાઈ દેલવાણીયા હાલ મોરબીના મચ્છુ નદી કાંઠે ભીમસર વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે ટીમે તપાસ હાથ ધરી આરોપી કિશન નાનજીભાઈ દેલવાણીયા ઉવ.૩૦ રહે. સરવડ તા. માળીયા(મી) વાળાને ઝડપી પાડ્યો હતો. બાદમાં આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે માળીયા(મી) પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!