Wednesday, June 10, 2026
HomeGujaratમોરબીના લીલાપર સ્થિત પેપર મીલના લેબર ક્વાર્ટરમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના લીલાપર સ્થિત પેપર મીલના લેબર ક્વાર્ટરમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના લીલાપર રોડ પર આવેલી તીર્થક પેપર મીલની લેબર કોલોનીમાં રહેતા ૨૨ વર્ષીય શ્રમિકે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક મારૂતી પોલીપેક કારખાના સામે આવેલી તીર્થક પેપર મીલની લેબર કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબઆ જીલ્લાના રહેવાસી પ્રવીણભાઈ અમરસીંગ રાવત ઉવ.૨૨ એ કોઈ અગમ્ય કારણસર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે તેમના ભાઈ અરવિંદભાઈ અમરસીંગ રાવતે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારે તાલુકા પોલીસે અ.મોતનો ગુનો નોંધી મૃતદેહનું ઇન્કવેસ્ટ ભરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!