Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ દ્વારા લોન ચેક વિતરણ અને મંજુરીપત્ર વિતરણ કરાયુ

મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોન ચેક વિતરણ અને મંજુરીપત્ર વિતરણ કરાયુ

મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો ના દુષણ ને ડામવા કમર કસવામાં આવી છે ત્યારે વ્યાજખોરો પર કડક પગલાં લેવાની સાથે સાથે લોકોને પણ આર્થિક મદદ મળી રહે તે માટે ગત તાં ૩૧ જાન્યુઆરી ના રોજ લોન મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ લોન મેળવવા માટે અલગ અલગ બેન્કના સ્ટોલ માં અરજી કરી હતી.

- Advertisement -
- Advertisement -

જે અરજી અનુસંધાને બેંકો દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને બેંકના નિયમો પ્રમાણે જે લોકો લોન મેળવવા માટે પાત્રતા ધરાવતા હોય તેઓની લોન મંજુર કરવામાં આવી હતી અને આજે મોરબી જિલ્લા પોલીસ દ્વારા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી એસપી અને ટંકારા અને મોરબીના ધારાસભ્ય ઉપસ્થીત રહ્યા હતા જેમાં લાભાર્થીઓને મંજૂરી પત્રક એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં આજે ૧૨૩ જેટલા લાભાર્થીઓને અલગ અલગ પ્રકારની લોન મળી હતી અને જે લોન ની કુલ રૂપિયા ૨.૬૮ કરોડ ના ચેક આપવામાં આવ્યા હતા અને આગામી સમયમાં પણ મોરબી જિલ્લા પોલીસ દ્વારા આ વ્યાજખોરો પર કડક કાર્યવાહી ચાલુ જ રહેશે તેવુ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા જણાવાયુ હતુ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!