મોરબી મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા દાણાપીઠ પમ્પિંગ સ્ટેશન ખાતે આજરોજ તા.૨૨/૦૯ના રોજ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ પમ્પિંગ સ્ટેશનથી પાણી વિતરણ થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
મોરબી મહાનગરપાલિકા વોટર વર્કસ શાખા દ્વારા યાદીમાં જણાવ્યા મુજબ દાણાપીઠ પમ્પિંગ સ્ટેશન ખાતે આજરોજ તા.૨૨/૦૯ના રોજ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવનાર છે. જેના કારણે તા.૨૨ સપ્ટેમ્બરના રોજ દાણાપીઠ પમ્પિંગ સ્ટેશનથી પાણી વિતરણ થતાં વાઘપરા, વજેપર, મકરાણીવાસ, મતવાવાસ, બોરીચાવાસ, લખધીરવાસ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. મહાનગરપાલિકા દ્વારા સંબંધિત વિસ્તારોના નગરજનોને આ અંગે નોંધ લેવા તેમજ જરૂરી પાણીનો સંગ્રહ અગાઉથી કરી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.






