પ્રાપ્ત વિગતો અનુસાર માળિયાના જુમ્માવાડી (નવલખી) વિસ્તારમાં રહેતા આમદભાઈ હુશેનભાઈ પરીટ(ઉં.વ.૨૪) એ આરોપી ટીડાભાઈ ભરવાડ(રહે. વર્ષામેડી તા. માળીયા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ મે નાં રોજ ફરિયાદી આદમભાઈ આરોપી ટીડાભાઈ પાસે મોટા દહીસરા ગામની સીમમાં ઘેટી લેવા ગયેલ હોય તે દરમિયાન આરોપી ટીડાભાઈને સારું નહિ લાગતા ટીડાભાઈએ લાકડી વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ માળિયા(મી.) બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.