Sunday, May 5, 2024
HomeGujaratવાંકાનેરમાં ઇકો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો:દારૂ મંગાવનારનું નામ ખુલ્યું

વાંકાનેરમાં ઇકો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો:દારૂ મંગાવનારનું નામ ખુલ્યું

મોરબી એલસીબી પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે વાંકાનેરના વઘાસીયા ટોલનાકાથી નજીક હાઇવે રોડ ઉપરથી ઇકો કારમાં દેશી દારૂ લઈને વરચે કરવા નીકળેલ સુરેન્દ્રનગર જીલ્લાના કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો, પોલીસે સ્થળ ઉપરથી ૪૦૦ લીટર દેશી દારૂ તથા હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ઇકો કાર સહીત રૂ.૩,૦૮,૦૦૦/-નો મુદામાલ કબ્જે લીધો હતો. જયારે પકડાયેલ કાર ચાલક આરોપીનો સઘન પૂછપરછમાં દેશી દારૂ મંગાવનારનું નામ ખુલવા પામ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર ઇકો કાર રજી. જીજે-૧૩-એબી-૬૪૬૮ માં વેચાણ કરવાના આશય સાથે ૪૦૦ લીટર દેશી દારૂ લઇ નીકળેલ સુરેન્દ્રનગર જીલ્લાના મુળી ગામનો રહેવાસી મુકેશભાઇ રતીલાલ પરમારને મોરબી એલસીબી ટીમ દ્વારા વાંકાનેરના વઘાસીયા ટોલનાકાથી આગળ નેશનલ હાઇવે ઉપરથી ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે આરોપી મુન્નાભાઈ રાજપુત નામના શખ્સે માલ મંગાવ્યો હોવાની પકડાયેલ આરોપી દ્વારા કબૂલાત આપતા તેને ફરાર દર્શાવી વાંકાનેર સીટી પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!