Friday, May 3, 2024
HomeGujaratગેસકાપ મામલે મોરબી સીરામીક ઉદ્યોગકારોમાં ભારેલા અગ્નિ જેવો માહોલ: ગાંધીનગર ખાતે આંદોલનની...

ગેસકાપ મામલે મોરબી સીરામીક ઉદ્યોગકારોમાં ભારેલા અગ્નિ જેવો માહોલ: ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ

મોરબીના ધોરીનસ સમાન મોરબી સીરામીક ઉદ્યોગ ગેસના ભાવ વધારા સહિતની પ્રતિકૂળતાને પગલે અગાઉથી મંદીના માંચડે લટકી રહ્યો છે આવી કપરી સ્થિતિમાં ઉદ્યોગને ફાળવવામાં આવતા ગેસમાં કાપ મુકાતા સીરામીક ઉદ્યોગને મારણતોડ ફટકો પડયો છે. જેને પગલે 500 થી વધુ ઉધોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે દોડી જઇ ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર દોડતું થયું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીરામીક ઉધોગને આપવામાં આવતા ગેસમાં 20 ટકા જેટલો કાપ ઝીંકી દેવામાં આવવા ઉપરાંત ગેસ કંપની દ્વાર અવારનવાર થઈ રહેલા ભાવ વધારાને લઈને ઉદ્યોગકારોમા ભરેલા અગ્નિ જેવો માહોલ છે ત્યારે આ મામલે સીરામીક એસોસિએશનના અગ્રણીઓ ગેસ કંપનીની ઓફિસે દોડી ગયા હતા. 500 થી વધુ ઉધોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે દોડી જઇ ગેસના કાપને લઈને સીરામીકમાં મુશ્કેલીઓ પડી રહી હોવાની આક્રોશભેર રજૂઆત કરી હતી. ઉપરાંત ગેસ કંપની પૂરતો ગેસ આપે તેવી માંગ કરી આ સમસ્યાનો બે દિવસમાં ઉકેલ નહિ આવે તો આગામી દિવસમાં ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!