Saturday, September 19, 2026
HomeGujarat‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત મોરબી જિલ્લામાં છ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ:...

‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત મોરબી જિલ્લામાં છ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ: ૪૫૭ યુનિટ રક્તદાન

મોરબી, ટંકારા અને હળવદ સહિત વિવિધ સ્થળોએ યોજાયેલા કેમ્પમાં રક્તદાતાઓનો ઉત્સાહભેર પ્રતિસાદ: મહાનુભાવોએ ઉપસ્થિત રહી સેવાકાર્યને પ્રોત્સાહન આપ્યું.

- Advertisement -
- Advertisement -

‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ અને વિવિધ બ્લડ બેંકોના સંયુક્ત આયોજન હેઠળ જીલ્લામાં છ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ ૪૫૭ જેટલા બ્લડ યુનિટનું રક્તદાન કર્યું હતું. મોરબી ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મેયર ઉત્તમભાઈ સુરાણી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

મોરબીમાં ગત તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ તથા વિવિધ બ્લડ બેંકોના સંયુક્ત આયોજન હેઠળ મોરબી જીલ્લાના તમામ તાલુકાઓમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લાના છ સ્થળોએ યોજાયેલા આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવસેવાના ઉમદા કાર્યમાં યોગદાન આપ્યું હતું.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન રક્તદાતાઓ દ્વારા કુલ ૪૫૭ જેટલા બ્લડ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. મોરબી ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા સંસ્કાર હોલ તથા GMERS મેડિકલ કોલેજ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણીએ જાતે રક્તદાન કરી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

ટંકારા ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા તથા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે હળવદ ખાતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ હાજરી આપી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત યોજાયેલા આ સેવાકાર્યમાં વધુમાં વધુ નાગરિકો જોડાઈને રક્તદાન કરે તે માટે પ્રેરણા આપી હતી. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે ત્યારે નાગરિકોમાં રક્તદાન અંગે જાગૃતિ અને સેવાભાવ વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

મોરબી જીલ્લામાં યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પને રક્તદાતાઓ તરફથી મળેલા ઉત્સાહભેર પ્રતિસાદથી ‘સેવા મેરા યોગદાન’ના સેવાભાવી સંદેશને વધુ વેગ મળ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!