Thursday, May 14, 2026
HomeGujaratમાળીયા(મી)ના માણાબા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે આધેડનું હાર્ટએટેકથી મોત

માળીયા(મી)ના માણાબા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે આધેડનું હાર્ટએટેકથી મોત

માળીયા તાલુકાના માણાબા ગામના પાટીયા પાસે આવેલી એચ.પી. પેટ્રોલ પંપ નજીક એક વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવતા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં હાર્ટએટેકથી મોત થયાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામના રહેવાસી મનસુખભાઈ ભીખાભાઈ પરમાર ઉવ.૪૫ ગઈ કાલ તા.૧૩/૦૫ના રોજ માણાબા ગામના પાટીયા પાસે આવેલા એચ.પી. પેટ્રોલ પંપ નજીક બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને સારવાર માટે માળીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં પોસ્ટમોર્ટમ દરમિયાન હૃદય બેસી જવાથી એટલે કે હાર્ટએટેકના કારણે મોત થયાનું સામે આવ્યું છે. બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!