Thursday, April 25, 2024
HomeGujaratહળવદ પોલીસે કીડી ગામની સીમમા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી

હળવદ પોલીસે કીડી ગામની સીમમા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી

રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ આગામી દિવસોમાં આવનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી હળવદ પોલીસ મથક ના પીઆઇ એમ.વી.પટેલને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસે કીડી ગામની સીમમા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે હળવદ પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, કીડી ગામની સીમમા આવેલ પ્રહલાદભાઇ ઉર્ફે સલો નંદાભાઇ કોળીના કબજા ભોગવટાવાળી વાડીની બાજુમા ખરાબાની જગ્યામા દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી ગેરકાયદેશર દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળતા રેઇડ દરમ્યાન ૯૦૦ લીટર ઠંડો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ ૬૦૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી સ્થળ પર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!