હળવદ તાલુકાના ચરાડવા ગામે ૧૭ વર્ષીય કિશોરીએ મોડે સુધી મોબાઇલ જોવા અંગે ભાઈએ ઠપકો આપવાનું મનોમન લાગી આવતા ઝેરી દવા પી લેતા પ્રથમ ચરાડવા અને બાદમાં મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મળતી વિગતો મુજબ, હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં પંકજભાઈ પટેલની વાડીમાં રહેતા મૂળ દેહદલા તા.જોબટ જી. અલીરાજપુર મધ્યપ્રદેશના પરિવારની ૧૭ વર્ષીય પુત્રી સીમાબેન પ્રતાપસીંગ ચૌહાણને તેના ભાઇ પવને રાતના મોડા સુધી મોબાઇલ ફોન જોવા બાબતે ઠપકો આપતા મરણ જનારને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે વાડીએ ગઇ તા-૦૫/૦૪/૨૦૨૬ ના સવારના છ વાગ્યાની આસપાસ પાકમા છાટવાની ઝેરી જંતુનાશક દવા પી જતા ઝેરી દવાની અસર થતા પ્રથમ ચરાડવા સરકારી હોસ્પીટલ બાદ ત્યાથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરતા ત્યા ચાલુ સારવાર દરમ્યાન ગઇ તા-૧૦/૦૪/૨૦૨૬ ના બપોરના બારેક વાગ્યાની આસપાસ સીમાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે મૃતકના પિતા ઓએસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની જાણ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.









