હળવદના ઘનશ્યામપુર ગામે રહેતા તુલસીદાસ કેશવદાસ કિલાવતની પુત્રી પૂજાબેન (ઉ.વ.૨૨) ગત. તા.૩૧ માર્ચના બપોરના એકાદ વાગ્યાના સુમારે થી સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાક ચાલી જતા હળવદ પોલીસે ગુમસુધા નોંધ કરી છે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પુજાબેન શરીરે મધ્યમ બાંધાનાં, વાને ઘઉ વર્ણા તથા તેમનું મોઢુ લંબગોળ છે. તેની ઉંચાઇ આશરે ૪ ફૂટ ૫ ઈંચ જેટલી છે અને તેની આંખો કાળી છે.