પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઇન્દીરાનગરમાં ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા રમેશભાઇ કાયાભાઇ પરમારના પત્ની ભાવનાબેન (ઉ.વ.૨૩) ગત તા. ૨૬ના રોજ સવારે ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહેલ છે. પરીવારજનો સગા સંબંધીઓને ત્યાં તથા આસપાસમાં શોધખોળ કરતા તેમના ભાળ મળી ન હતી હાલમાં બી ડીવીઝન પોલીસે પરિણીતાની ગુમશુદા નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. બનાવની વધુ તપાસ એફ. આઈ. સુમરા ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુમ થનારે લેગીસ, લાલ કલરનું ટોપ, સફેદ કલરની ચુદડી અને કાળા કલરનો સ્વેટર પહેરેલ હતુ. અને તે સાધારણ બાધાની વાને ઘઉં વર્ણી અને ઉચાઈ આશરે સવા પાંચ ફુટ છે.