Tuesday, May 5, 2026
HomeGujaratવાંકાનેરમાં મોપેડ ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલાયો, રાજકોટના વાહન ચોરની અટક

વાંકાનેરમાં મોપેડ ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલાયો, રાજકોટના વાહન ચોરની અટક

સી.સી.ટી.વી. અને હ્યુમન સોર્સની મદદથી પોલીસની ઝડપી કાર્યવાહી, ચોરાયેલ સુઝુકી એક્સેસ મોપેડ કબ્જે

- Advertisement -
- Advertisement -

વાંકાનેર શહેરમાં ઘર પાસે પાર્ક કરાયેલ મોપેડની ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી રાજકોટના એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે ચોરાયેલ વાહન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોપેડ ચોરીના ગુનામાં પો. કોન્સ. દર્શીતભાઈ વ્યાસ અને હિતેન્દ્રસિંહ ઝાલાએ સી.સી.ટી.વી. ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે મોપેડ ચોરી કરી એક ઈસમ રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં જતો હોવાનું સામે આવતા પોલીસે તેના નિવાસસ્થાને પહોંચી તપાસ કરી હતી. ત્યાંથી આરોપી અલિહુસેન કુર્બાનહુસેન લક્ષ્મિધર રહે. મકાન નં.૩ ભગવતીપરા રાજકોટ વાળાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ વાંકાનેરના બંધુસમાજ હોસ્પિટલ પાસે શ્રીજી નિવાસ નજીકથી મોપેડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી સુઝુકી એક્સેસ મોપેડ રજી.નં. જીજે-૦૩-જેએન-૯૨૪૪ કબ્જે કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!