Tuesday, August 25, 2026
HomeGujaratમોરબી અને હળવદમાં વિદેશી દારૂ-બિયર અને ઠંડા આથાના જથ્થા સાથે ત્રણ સામે...

મોરબી અને હળવદમાં વિદેશી દારૂ-બિયર અને ઠંડા આથાના જથ્થા સાથે ત્રણ સામે ગુનો દાખલ

મોરબીમાં ૮ દારૂની બોટલ અને ૬૧ બિયર ટીન ઝડપાયા, હળવદમાં ૧૦૦ લીટર ઠંડો આથો મળ્યો: એક આરોપી ઝડપાયો, બે ફરાર.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર અને હળવદ પોલીસ દ્વારા પ્રોહિબિશનની અલગ-અલગ ત્રણ કાર્યવાહીમાં વિદેશી દારૂ, બિયર અને દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો મળી કુલ રૂ.૧૧,૨૫૩/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.

પ્રથમ કાર્યવાહીની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી-૨ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રૂષિકેશ સ્કૂલ પાસે પોલીસે નરેન્દ્રભાઈ વશરામભાઈ કાવર ઉવ.૫૧ રહે. ઉમા ટાઉનશિપ ક્રાંતિજ્યોત એપાર્ટમેન્ટ મોરબી-૨ વાળાને ૮ પીએમ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૮ બોટલ કિ.રૂ.૧,૧૨૮/-સાથે ઝડપી લઈ તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં મોરબી-૨ના ભીમસર વિસ્તારમાં અરુણોદય સર્કલ નજીક અજયભાઈ કુંવરજીભાઈ વિકાણીના રહેણાંક મકાનમાં દરોડો પાડતાં જ્યાંથી કિંગફિશર સ્ટ્રોંગના ૬૧ ટીન કિ.રૂ.૭,૬૨૫/- મળી આવ્યા હતા. રેઇડ દરમિયાન આરોપી અજયભાઈ વિકાણી સ્થળ ઉપર હાજર ન મળતાં તેને ફરાર જાહેર કરી બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત ત્રીજા દરોડામાં હળવદ તાલુકાના કડીયાણા ગામના દેવીપૂજક વાસમાં હરખાભાઈ અમરશીભાઈ દેવીપૂજકના મકાન પાસેના વાડામાં જમીનમાં દાટેલા બે પ્લાસ્ટિક કેરબામાં દેશી દારૂ બનાવવાનો ૧૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૨,૫૦૦/-મળી આવ્યો હતો. પોલીસની રેઇડ દરમિયાન આરોપી હરખાભાઈ હાજર ન મળતાં તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!