Friday, May 3, 2024
HomeGujaratવાંકાનેર : સીરામીક ફેકટરીમાં પાણીની બોટલો આપવા મામલે યુવાન પર ત્રણ શખ્સોનો...

વાંકાનેર : સીરામીક ફેકટરીમાં પાણીની બોટલો આપવા મામલે યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો, ત્રણ ઈજાગ્રસ્ત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જુનૈદ હુશેનભાઇ શેરસીયા (ઉવ.૨૪, ધંધો પ્રાઇવેટ નોકરી રહે પચાસર-જુના તા.વાંકાનેર) એ આરોપીઓ મનોજ હીરાભાઇ સરૈયા, મોમલ હીરાભાઇ સરૈયા, હીરાભાઇ સરૈયા (રહે ત્રણેય હશનપર તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૮ના રોજ વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં મલ્ટીસ્ટોન પ્રા.લી. કંપનીમાં આરોપી પાણીની બોટલો આપતા હોય તેની ફરીયાદીએ ના પાડેલ હોય જેનો ખાર રાખીને આરોપીઓએ બોલેરો પીકઅપ વાહન તથા મોટર સાયકલ લઇને આવી ફરીયાદીને ગાળો બોલી માથાકુટ ઝઘડો કરી લાકડી તથા લોખંડના પાઇપ વડે ફરીયાદી તથા સાથેના હાર્દીકભાઇ અને રીતેશભાઇને માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!