મોરબીનાં રોહીદાસપરામાં કબીર આશ્રમ પાસે રહેતા ડાયાભાઈ આનંદભાઈ કાટીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૭નાં રોજ નવા બસ સ્ટેશન સામે આરોપી ટીવીએસ કંપનીનાં મોટરસાયકલ નં. જીજે-૩૬-જે-૫૩૩૪નાં ચાલકે પોતાનું મોટરસાયકલ બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદનાં પત્ની નયનાબેનને હડફેટે લઈ પાડી દેતા તેઓને જમણા પગે ફ્રેકચર તેમજ માથાનાં ભાગે તથા શરીરે ઈજાઓ પહોંચી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતના બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.