પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરના પટેલ પાર્ક જડેશ્વર મહાદેવ મંદીર સામે રહેતા હર્ષિદાબેન મહેશભાઇ ખેતીયા (ઉ.વ.૪૫) નામના મહિલાએ ગત તા.૭ માર્ચ બપોરના ત્રણ-સાડા ત્રણ વાગ્યાના સુમારે મોરબીના શનાળા ગામ પાસે ભારત પેટ્રોલ પંપ નજીક કોઇપણ કારણોસર પોતાની મેળે લીકવીડ પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. મોરબી એ ડિવિઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.