Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી:આર્થિક સંકળામણમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી:આર્થિક સંકળામણમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ આલ્ફા સીરામીકની કેટીંગમાં ૨૯ વર્ષીય યુવાને આર્થિક ભીંસના કારણે પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકાળે મોત અંગેની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર નજીક કાંતીજયોત એપાર્ટમેન્ટ ડી-૨ના બ્લોક નંબર-૪૦૩ માં રહેતા મોરબી-૨ મુળ ઝીકાયારી ગામના વતની નિકુલ દિનેશભાઇ ઝાલરીયા ઉવ-૨૯ ઘુંટુ ગામ નજીક આવેલ આલ્ફા સીરામીકમાં કેટીંગ ચલાવતા હોય. કે જેઓ છેલ્લા ઘણા સમયથી આર્થીક રીતે સંકળામણમા આવી ગયેલ હોવાથી છેલ્લા બે ત્રણ દિવસથી ગુમ સુમ રહેતો હોય ત્યારે આર્થીક સંકળામણ બાબતે મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે આલ્ફા સીરામીકની કેટીંગના સિમેન્ટના પતરાના સેડની લોખંડની એગલના હુક સાથે નાયલોન દોરીઓનો ફાસો બનાવી ગળેફાસો ખાઈ લેતા તેનું મોત નિપજતા મોરબી તાલુકા પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!