Friday, August 7, 2026
HomeGujaratમોરબી:છેતરપીંડી કેસમાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી:છેતરપીંડી કેસમાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપીંડી અને આઈટી એક્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને પોલીસ સર્વેલન્સ ટીમે સુરતમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની ફરાર આરોપીઓને ઝડપી પાડવાની સૂચનાના અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપીંડી અને આઈટી એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી અલ્પેશ વિનોદભાઈ ચૌધરી રહે. સયાન સુરત વાળો સુરત શહેરના શેખપુર રોડ વિસ્તારમાં હોવાનું જાણવા મળતાં પોલીસ ટીમે ત્યાં પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને મોરબી લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!