મુળ એેમપીનાં જાંબુઆનાં વતની અને હાલ જુના રફાળેશ્વર રોડ પર ભડીયાદ ગામની સીમમાં પટેલ કોલ એલ. એલ. પી. નાં લેબર ક્વાર્ટરમાં રહી મજુરી કામ કરતા મુકેશભાઈ હેમરાજભાઈ મેડાએ ડમ્પર નં. જીજે-૦૩-એઝેડ-૪૬૦૩નાં ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૨૨નાં રોજ બપોરનાં સાડા બાર્ક વાગ્યાનાં અરસામાં ફરિયાદીનો દિકરો રાજેશ (ઉં.વ.૬) પટેલ કોલ કારખાનાનાં સેડમાં સાઈકલ લઈ રમતો હોય દરમ્યાન ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર ગફલતભરી રીતે પુરઝડપે ચલાવી ફરિયાદીનાં દિકરાને હડફેટે લેતા ડમ્પરનાં આગળનાં ટાયરમાં આવી જતાં ફરિયાદીનાં દિકરા રાજેશને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. બાદમાં ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદીનાં આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.