મોરબી ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા ગઈકાલે અંદાજે રૂપિયા ૧૮ લાખના ખર્ચે તૈયાર કરેલ અતિ આધુનિક કહી શકાય તેવી એમ્બ્યુલન્સ મોરબીની જનતાની સેવા માટે સદભાવના હોસ્પિટલને અર્પણ કરી છે અહીંથી આ એમ્બ્યુલન્સ કોઈપણ હોસ્પિટલ કે દર્દીઓ માટે ઉપલબ્ધ બનશે, આ માટે ખાસ બે એમ્બ્યુલન્સ ડ્રાઇવરની પણ નિમણૂક કરવામાં આવી છે. વધુમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશને ઉમેર્યું હતું કે અતિ આધુનિક એવી આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા પણ આગામી અઠવાડિયાથી ઉપલબ્ધ બનશે.