Saturday, November 23, 2024
HomeGujaratમોરબી : બાપા સિતારામ ચોક પાસે ઈકો કારચાલકે હડફેટે લેતા બાઈકચાલકનું સારવાર...

મોરબી : બાપા સિતારામ ચોક પાસે ઈકો કારચાલકે હડફેટે લેતા બાઈકચાલકનું સારવાર દરમ્યાન મોત

અકસ્માતનાં આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી ગોકુળભાઈ પ્રાગજીભાઈ ડાંગરોશીયા (ઉ.વ.૫૯ ધંધો.નિવૃત રહે.આલાપ રોડ પાટીદાર નગર ભક્તિ એપાર્ટમેન્ટ રૂ.નં.૩૦૧ મોરબી) એ ઈકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમનો દિકરો રમેશભાઈ પોતાના હવાલાવાળુ હોન્ડા કંપનીનું સાઈન મો.સા. આર.ટી.ઓ રજી. નં.GJ-21-S-8208નું સાઈડમાં ઉભુ રાખીને ઉભો હતો તે દરમ્યાન આરોપીએ પોતાના હવાલાવાળી ઈક્કો કાર રજી.નં. GJ-03-HK-0660 વાળી પુરઝડપે અને બેફીકરાઇથી રોંગ સાઈડમાં ચલાવી આવી અને ફરિયાદીના દિકરાના મો.સા સાથે ભટકાવી અને તેને પેટના ભાગે ગંભીર ઈજા પહોચાડી પોતાની ઇકકો કાર મુકી નાસી છૂટયો હતો બાદમાં ફરીયાદીનાં દિકરા રમેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદનાં નોંધી આરોપી ઈકો કારનાં ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!