Wednesday, July 1, 2026
HomeGujaratમોરબી: સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી: સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અધિકારો અને સરકારી યોજનાઓ અંગે અપાઈ માહિતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષા, મહિલાઓ અને બાળકોના અધિકારો તેમજ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબી જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ અને બાળકોના અધિકારો, વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ, વ્યક્તિગત સ્વચ્છતા, આરોગ્ય જાળવણી, કાર્યસ્થળે સુરક્ષા તથા સામાજિક જાગૃતિ જેવા મુદ્દાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સફાઈકર્મીઓને તેમના અધિકારો અને ફરજો અંગે માહિતગાર કરી સુરક્ષિત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી સફાઈકર્મીઓમાં આરોગ્ય, સુરક્ષા અને સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ વધે છે. મોટી સંખ્યામાં સફાઈકર્મીઓએ કાર્યક્રમમાં હાજરી આપી માર્ગદર્શનનો લાભ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!