બ્રાહ્મણ સમાજની દીકરી દિયા મેહતાના નિદાન દરમિયાન તેનું લીવર ખરાબ હોવાનું માલુમ પડ્યું હતું. લીવર વધુ પડતું ખરાબ હોવથી લીવર ટ્રાન્સપ્લાન્ટ અંગે તબીબોએ સૂચવ્યું હતું. જેના ઈલાજ માટે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે 5-6 કલાકના ટૂંકા સમયગાળામાં મોરબી બ્રહ્મસમાજની ટીમ દ્વારા 1,31,000 રૂપિયાની રકમ એકઠી કરવામાં આવી હતી.
આ તકે મેહતા પરિવારને મોરબી રૂબરૂ બોલાવી સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ,મહામંત્રી અમુલભાઈ જોષી તથા કેયુરભાઈ પંડ્યા, ધવલભાઈ ત્રિવેદી, ધ્વનીતભાઈ દવે, ધર્મેન્દ્રભાઈ શુક્લ સહિતના અગ્રણીઓએ રકમ અર્પણ કરી હતી. વધુમાં હજી જરૂર પડ્યે વધુ રકમ આપવા અંગેની ખાત્રી પણ સમાજ અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે મહેતા પરિવારે બ્રહ્મ સમાજના અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.