મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલા સિરામિક સીટીમાં રહેતા હૂબલાલ શારદાપ્રસાદ રાજભરના ઘરને ચોરોએ નિશાન બનાવ્યું હતું જેમાં તસ્કરો ૭૦,૦૦૦/-ના મુદામાલ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ.
મોરબી સિરામીક સિટીમાં રહેતા હુબલાલ રામપ્રસાદ રાજભરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં હૂબલાલ ના બંધ ફ્લેટનું તાળું તોડી મોડી રાત્રીના અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસ્યા હતા જેમાં ઘરમાં રહેલું સોનાનું મંગલસૂત્ર કીમત રૂ ૪૦,૦૦૦/- , સોનાનો ચેન કીમત રૂ ૨૦,૦૦૦/- અને વીંટી કીમત રૂ ૧૦,૦૦૦/- સહીત કુલ રૂ ૭૦,૦૦૦/- હજારની મત્તાની ચોરી કરી હતી જ્યારે શ્રીધર વેંકુડુસ્વામી અને સુનીતકુમાર પ્રદીપકુમાર રોહિલાના બંધ ફ્લેટના તાળા તોડી ફ્લેટમાં પ્રવેશ કરી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા જેમાં બી ડિવિઝન પોલીસે સીસીટીવી કબ્જે લઈ મકાન માલિક ની ચોરીની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.