Friday, September 25, 2026
HomeGujaratમોરબીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત મહાનગરપાલિકાની રાત્રી મેગા ડ્રાઈવ

મોરબીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત મહાનગરપાલિકાની રાત્રી મેગા ડ્રાઈવ

કમિશનર, મેયર સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને કોર્પોરેટરો જોડાયા; દુકાનદારોને ચાર ડસ્ટબીનમાં કચરો અલગ રાખવા સંકલ્પ લેવડાવ્યા.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સેવા હી સંકલ્પ’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શહેરમાં રાત્રી મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. ઉમિયા સર્કલથી શનાળા રોડ સુધી ખાણીપીણીના દુકાનદારો અને સ્ટોલ ધારકોને સ્વચ્છતા જાળવવા અંગે સમજ આપી કચરાનું વર્ગીકરણ કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સેવા હી સંકલ્પ’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા રાત્રી મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, મેયર ઉત્તમ સુરાણી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ કમિટી સભ્યો અને કોર્પોરેટરો અભિયાનમાં જોડાયા હતા.

આ દરમિયાન ઉમિયા સર્કલથી શનાળા રોડ સુધીના વિસ્તારમાં ખાણીપીણીના દુકાનદારો અને સ્ટોલ ધારકોને સ્વચ્છતા જાળવવા અંગે સમજ આપવામાં આવી હતી. કચરાને ચાર અલગ-અલગ ડસ્ટબીનમાં વર્ગીકૃત રીતે રાખવા તેમજ આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા દુકાનદારો પાસેથી સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. સાથે જ મોરબી શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાના સેવાયજ્ઞમાં નાગરિકો અને વેપારીઓ સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!