મારામારીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શોભેસ્વર રોડ બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલ સામે રહેતા તેજસભાઈ જીવરાજભાઈ મકવાણા (ઉ.વ.૨૫)એ વિપુલ ઉર્ફે હિતેશ ભરવાડ, સંજય ઉર્ફે ભૂરો ભરવાડ, દુદો ભરવાડ અને શૈલેશભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે કે ગત તા.૧૭નાં રોજ ફરિયાદી તેજસભાઈ મોટર સાઈકલ લઈને મફતિયા પરા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપી વિપુલ ઉર્ફે ટકો હિતેશ ભરવાડએ તેમનું મોટર સાઈકલ રોકી તેને એક રૂમમાં લઇ જઈ આરોપી વિપુલ ઉર્ફે હિતેશ ભરવાડ, સંજય ઉર્ફે ભૂરો ભરવાડ, દુદો ભરવાડ અને શૈલેશભાઈ ભરવાડએ એકસંપ કરી ફરિયાદી તેજસભાઈને ઢીકાપાટુનો માર મારી બાદમાં તેના રહેણાંક મકાને જઈ અન્યોને માર મારી તેમજ સાથેના કોકીલાબેનને આરોપી શૈલેશભાઈ ભરવાડે માથામાં ત્રીકમ મારી તેમજ તમામ આરોપીઓએ ફરિયાદી તથા અન્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મારામારીનાં આ બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.