કોરોનાની બીજી લહેર હળવી બની છે પરંતુ લોકડાઉનનાં નિયંત્રણ વચ્ચે જ્યારે જનજીવન ફરીથી સામાન્ય થઈ રહ્યું છે તો ખાદ્ય તેલથી લઈ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષની સૂચના મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવા કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. જો કે સમયસર મંજૂરી ન મળવાની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસને કાર્યક્રમ નહીં યોજવા ફરમાન કર્યું હતું તેમ છતાં ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાએ કાર્યકર્તાઓની ટીમ સાથે કોંગ્રેસ કાર્યાલયથી શનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલપંપ સુધી રેલી યોજી હતી અને છોટાલાલ પેટ્રોલપંપ ખાતે સરકાર હાય-હાયના નારા લગાવતા પોલીસ કાફલાએ તમામ કોંગ્રેસ આગેવાનો કાર્યકર્તા અને આગેવાનોને ડિટેઈન કર્યા હતાં.