Friday, June 12, 2026
HomeGujaratમોરબીમાં 150 પેટી ઇંગ્લિશ દારૂ ઝડપાવવાના કેસમાં આરોપીના જામીન મંજૂર કરતી મોરબી...

મોરબીમાં 150 પેટી ઇંગ્લિશ દારૂ ઝડપાવવાના કેસમાં આરોપીના જામીન મંજૂર કરતી મોરબી કોર્ટ

મોરબી શહેરમાં ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને જિલ્લા સેશન્સ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. 150 પેટી ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાયેલા શક્તિસિંહ દિલીપસિંહ દાદુભા ઝાલાને કોર્ટ દ્વારા રૂ. 25 હજારના જામીન અને નિર્ધારિત શરતોના આધારે મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નંબર 0613/2026 તથા ફોજદારી કેસ નંબર 4484/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 116(બી), 81, 83 અને 98(2) મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂની 150 પેટી સાથે શક્તિસિંહ દિલીપસિંહ દાદુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ આરોપી તરફથી મોરબી જિલ્લા સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. આરોપી તરફે વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) દ્વારા સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓનો આધાર લઈને વિગતવાર કાનૂની દલીલો રજૂ કરવામાં આવી હતી. કેસની હકીકતો, રજૂ થયેલી દલીલો અને રેકોર્ડ પર ઉપલબ્ધ વિગતોને ધ્યાનમાં લઈને મોરબી જિલ્લા સેશન્સ જજ કે. આર. પંડયાએ આરોપી શક્તિસિંહ દિલીપસિંહ દાદુભા ઝાલાને રૂ. 25 હજારના જામીન પર નિયમિત મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટ દ્વારા નિર્ધારિત કરાયેલી શરતોનું પાલન કરવાનું પણ આરોપીને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ કેસમાં આરોપી તરફે વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) સાથે એડવોકેટ મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા. કોર્ટના આદેશ બાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી આરોપીને જેલમાંથી મુક્ત કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!