Friday, July 17, 2026
HomeGujaratમોરબી: ઇકોમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા લિસ્ટેડ આરોપીને પકડી લેતી ક્રાઇમ બ્રાંચ

મોરબી: ઇકોમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા લિસ્ટેડ આરોપીને પકડી લેતી ક્રાઇમ બ્રાંચ

ઇકો કારના ચોરખાનામાંથી વિદેશી દારૂની ૪૯૩ બોટલ સહિત કુલ રૂ.૫.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ફરાર જાહેર.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે બાતમીના આધારે મચ્છુ-૨ ડેમ નજીક ઇકો કારમાં દારૂની હેરાફેરી કરતા લિસ્ટેડ બુટલેગર બ્રિજરાજસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે. પોલીસે ૪૯૩ બોટલ વિદેશી દારૂ અને કાર સહિત કુલ રૂ.૫.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે દારૂ મોકલનાર અને મંગાવનાર બે આરોપીઓના નામ ખુલતા પોલીસે બન્ને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સંયુક્તમાં બાતમી મળી હતી કે, સફેદ રંગની ઇકો કાર રજી.નં. જીજે-૦૯-બીજે-૪૪૩૭ માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે મચ્છુ-૨ ડેમ નજીક નર્મદા કેનાલ રોડ પર વોચ ગોઠવી પોલીસે કારને અટકાવી તપાસ કરતા કારના પાછળના ભાગે અને નીચે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૪૯૩ નંગ બોટલ કિ.રૂ.૧.૨૮ લાખ મળી આવ્યો હતો. જેથી પોલીસે ઇકો કાર સહિત કુલ રૂ.૫.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે કાર ચાલક આરોપી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા ઉવ.૩૩ રહે.હાલ સુવાડાગામ કટોસણ રોડ તા.દેત્રોજ જી.મહેસાણા મુળ રહે. મોરબી વાળાની અટકાયત કરવામાં આવી હતી. આરોપી બ્રિજરાજસિંહ ઝાલા જે પાટણ જીલ્લાના સાંતલપુર પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પણ ફરાર હોવાનું સામે આવ્યું છે.

વધુમાં પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં દારૂ મોકલનાર પ્રવિણસિંહ ઝાલા રહે.થરા બનાસકાંઠા અને દારૂ મંગાવનાર અરવિંદભાઈ દાદુભાઈ બાટી રહે.વજેપર મોરબી વાળાના નામની કબુલાત આપતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી ફરાર બન્ને આરોપીઓને પકડી લેવા પોલીસે આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!