ગુજરાતમાં આગામી સમયમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મોરબીમાં ભાજપ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા પણ પટ્ટ મા આવવાની જાહેરાત કરવામાં આવી છે જેથી હાલમાં મોરબી-માળીયા ૬૫ વિધાનસભાની બેઠક પર દાવેદારી ને લઈને મોરબી ભાજપમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
તે સમયે મોરબી જિલ્લા કોંગ્રેસ પણ પોતાના પાસા મજબૂત કરવા માટે અને આગામી સમયમાં આવનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતી ઘડવામાં વ્યસ્ત થઈ ગયું છે અને બેઠકો નો દોર શરૂ થઈ ગયો છે જેમાં આજે મોરબી જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ સાથે બેઠક યોજી ચૂંટણી લક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી.