Thursday, April 18, 2024
HomeNewsBirthdayમોરબી જિલ્લા પૂર્વ અધિક કલેક્ટર કેતન જોશીનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા પૂર્વ અધિક કલેક્ટર કેતન જોશીનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લામાં અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા કેતન જોશીનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી મોરબી જિલ્લાના અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવ્યા બાદ હાલ તેઓને નવસારી અધિક કલેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે આ પહેલા તેઓ મોરબી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે ફરજ નિભાવી ચુક્યા છે. ત્યારબાદ જુદા જુદા જીલ્લાઓમાં પણ કર્તવ્ય નિષ્ઠ ફરજ નિભાવી હતી જેમાં બાદમાં તેઓએ મોરબી ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશન મેળવ્યું હતું. હાલમાં તેઓ નવસારી જીલ્લામાં અધિક કલેક્ટર તરીકે ફરજ નિભાવી રહ્યા છે અધિક કલેકટર કેતન જોશી નો મોરબી સાથે અનેરો નાતો રહ્યો છે. તેઓ એક કુશળ વહીવટીકર્તાની સાથે મિલનસાર અને લોક ચાહના ધરાવતા અધિકારી તરીકે આગવી ઓળખ મેળવી છે તેમજ તેઓ નાના-મોટા દરેક લોકો માટે સમાનતાભાવ રાખી કચેરીએ આવતા લોકોની સમસ્યામાં મદદરૂપ બનતા રહ્યા છે ત્યારે આજે અધિક કલેકટર કેતન જોશીના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો, મિત્રવર્તુળ, સાથી કર્મચારીઓ તથા શહેરીજનો જન્મદિવસની શુભકામનાઓ ધોધ વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!