Thursday, January 30, 2025
HomeGujaratમોરબી:સ્ટેયરિંગ ઉપર કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ ગયેલ થાર ગાડીના ચાલકનું મોત,બે ઘાયલ

મોરબી:સ્ટેયરિંગ ઉપર કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ ગયેલ થાર ગાડીના ચાલકનું મોત,બે ઘાયલ

મોરબીના શનાળા ગામ નજીક રાજકોટ મોરબી હાઇવે ઉપર પસાર થઈ રહેલ થાર ગાડીના ચાલકે કોઈ કારણોસર સ્ટેયરિંગ ઉપર કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી ગયી હતી, ત્યારે અકસ્માતના આ બનાવમાં ગીર સોમનાથ જીલ્લાના અમરાપુર ગામના કાર સવાર ત્રણ મિત્રો પૈકી કાર-ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય બે મિત્રોને નાના-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના અંગે મૃતક કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના અમરાપુર ગામના ત્રણ મિત્રો રોહિતભાઈ, જીજ્ઞેશભાઈ અને સાગરભાઈ ગઈ તા.૨૭/૧૧ ના રોજ સાંજે અમરાપુર ગામથી મુન્દ્રા(કચ્છ) જીજ્ઞેશભાઈની મહિન્દ્રા કંપનીની થાર જેના રજી.નં. જીજે-૦૩-એપી-૩૭૭૭ લઈને જતા હોય ત્યારે આ થાર ગાડી રોહિતભાઈ ચલાવતા હતા અને જીજ્ઞેશભાઈ અને સાગરભાઈ કારમાં સુતા હોય ત્યારે તા.૨૮/૧૧ની વહેલી સવારે મોરબીના શનાળા ગામ નજીક આવેલ સીએનજી પેટ્રોલપંપ સામે કાર ચાલક રોહિતભાઈએ કોઈ કારણોસર કારના સ્ટેયરિંગ ઉપર કાબુ ગુમાવતા કાર રોડ ઉપર પલ્ટી મારી ગયી હતી, ત્યારે રોડ ઉપર હાજર લોકોએ કારમાંથી ઉપરોક્ત ત્રણેય મિત્રોને કાઢ્યા હતા. ત્યારે સારવાર અર્થે ૧૦૮ મારફત સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ ત્રણેય મિત્રો પૈકી થાર કાર ચાલક રોહિતભાઈને કપાળ અને માથામાં ગંભીર ઇજાને કારણે ડોક્ટરે જોઈ તપાસી મરણ જાહેર કર્યા હતા, જ્યારે જીજ્ઞેશભાઈ અને સાગરભાઈને હાથ-પગ અને શરીરે નાના-મોટી ઇજાઓ પહોંચી હતી, હાલ અકસ્માતની ઘટના બાબતે જીજ્ઞેશભાઈ મુળુભાઈ જાખોત્રા ઉવ.૨૪ એ કાર ચાલક મૃતક રોહિતભાઈ જેતસીભાઈ રામ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!