પ્રાપ્ત વિગતો અનુસારમોરબી શહેરના કાલિકા પ્લોટમાં રહેતા નસીમબેન કરીમભાઈ પારેડીએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકે દાઉદ ઉર્ફે દાવલો મામદભાઈ પલેજા, જાવેદ મીટર, રહીમ ટકો અને દાઉદના માસીનો દીકરો સામે ફરિયાદ નોંધાવ્યા અનુસાર નસીમબેને આગાઉ દાઉદ ઉર્ફે દાવલો મામદભાઈ પલેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરેલ હતી.જેનો ખાર રાખી આરોપી દાઉદએ ફરિયાદી નસીમબેનના ઘરમાં જઈ ગાળો આપી અને તેને ઘરની બહાર ખેંચી લાવ્યો હતો. બાદમાં આરોપી દાવલાએ લોખંડના પાઈપ વડે ફરિયાદી નસીમબેનને માર મારી બંને પગે તથા ડાબા હાથના કોણીના ભાગે ફેકચર જેવી ઈજાઓ કરી હતી. તથા આરોપી જાવેદ મીટર, રહીમ ટકો અને દાઉદના માસીના દીકરાએ ગાળો આપી મુંઢ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં પોલીસ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ વી. આર. શુક્લ ચલાવી રહ્યા છે.