Sunday, November 24, 2024
HomeNewsHalvadમોરબી એલસીબી ટીમે હળવદ સરા ચોકડી નજીકથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી...

મોરબી એલસીબી ટીમે હળવદ સરા ચોકડી નજીકથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી સેન્ટ્રો કાર કાર ઝડપી પાડી

(બળદેવ ભરવાડ હળવદ) : મોરબી એલસીબી ટીમે હળવદ સરા ચોકડી નજીકથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી સેન્ટ્રો કાર કાર ઝડપી પાડી

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી ને  હળવદ હાઈવે પર આવેલ સરા ચોકડી પાસે ખાનગી બાતમીના આધારે  વિદેશી દારુ સાથે સેન્ટોરો કાર ઝડપી પાડી છે જેમાં  હળવદ હાઈવે પર આવેલ સરા ચોકડી નજીક કારમાં દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના શખ્સને મોરબી જિલ્લા એલસીબી ટીમે ઝડપી લીધો હતો એલસીબી પોલીસ દ્વારા કારમાંથી ૧૦૧ બોટલ વિદેશી દારૂ સહિત રૂપિયા એક લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ આરોપી વિરુદ્ધ તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત ત્રણ શખ્સો સામે હળવદ પોલીસ મથકે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા.ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચનાથી મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે એમ ના માર્ગદર્શન હેઠળ ઇશ્વરભાઇ રબારી, અને ભરતસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે હળવદ હાઈવે પર આવેલ સરા ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન  ધાંગધ્રા તરફથી આવતી સેન્ટ્રો કાર જી.જે.૧.એચ.એમ.૪૧૫૯ ને અટકાવી તપાસ કરાતા તેમાંથી વિદેશી દારૂની ૧૦૧બોટલ મળી આવી હતી જેથી પોલીસ દ્વારા કારચાલક બાબુરામ સોનારણ બીસ્નોય રહે સાંચોર રાજસ્થાન વાળા ને ૧૦૧ એપીસોડ બાન્ડ ની બોટલ કિંમત રૂ.૩૦.૩૦૦ એક કાર કિંમત રૂ.૭૦હજાર મળી કુલ એક લાખના મુદ્દામાલ સાથે ઝડપી હળવદ પોલીસ મથકે ગુનો નોધી આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે .

પોલીસની પૂછપરછમાં ખુલવા પામ્યું હતું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા મહિપાલ સિંહ સેલસીહ રાજપુત એ જામનગર રહેતા હેમતસિંહ નવલસિંહ કેર એ મંગાવ્યો હોય જેથી મોકલ્યો હતો જેથી પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપી સહિત આ બન્ને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,આકામગીરીમા વિક્રમસિંહ બોરાણા,યોગેશદાન ગઢવી,દશરથસિહ પરમાર, ભરતભાઈ જીલરીયા,ભગીરીથસિહ,સહિતના પોલીસ જવાનો જોડાયા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!