Wednesday, August 5, 2026
HomeGujaratમોરબી એલસીબી-પેરોલ સ્ક્વોડની કાર્યવાહી: પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી ઝડપાયો

મોરબી એલસીબી-પેરોલ સ્ક્વોડની કાર્યવાહી: પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી ઝડપાયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ફરાર, પેરોલ જમ્પ અને જેલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

દરમિયાન ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સી પાર્ટ ગુનો રજિસ્ટર નં. 1745/2025 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ), 81 અને 98(2) મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી ઇમરાનભાઈ રાયબભાઈ જેડા (મીંયાણા) (ઉં.વ. 29) હાલ મોરબીના રણછોડનગર-2 વિસ્તારમાં ધકાવાળી મેલડી માતાજીના મંદિર પાસે જાહેર રોડ પર હાજર હોવાની માહિતી મળી હતી.બાતમીના આધારે એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડે સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી મૂળ નવાગામ, તાલુકા માળીયા મિયાણા અને હાલ રણછોડનગર-2, મોરબી ખાતે રહે છે. તેની BNSS-2023ની કલમ 35(1)(બી)(ii)(જે) હેઠળ અટકાયત કરી વધુ કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!