Thursday, June 18, 2026
HomeGujaratમોરબી : ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ લાખોનો ખોવાયેલ- ચોરાયેલ મુદ્દામાલ મુળ...

મોરબી : ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ લાખોનો ખોવાયેલ- ચોરાયેલ મુદ્દામાલ મુળ માલિકોને પરત કરાયો

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરીને અરજદારોના ખોવાયેલા અને ચોરાયેલા 32 મોબાઈલ ફોન તેમજ ચીલઝડપમાં ગયેલો સોનાનો ચેઇન શોધી કાઢી મૂળ માલિકોને પરત આપ્યો છે. ‘CEIR’ પોર્ટલના ઉપયોગ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે કુલ રૂ.8.83 લાખથી વધુ કિંમતની મિલકત શોધી કાઢી અરજદારોને પરત આપતા પોલીસની કામગીરીને સરાહના મળી રહી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતિ અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાકલ્યાણ અને પ્રજાલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજાના સુપરવિઝન હેઠળ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને અરજદારોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન તેમજ ચીલઝડપમાં ગયેલી મિલકતો શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને પીએસઆઈ જે.સી. ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ રવીભાઈ પટેલ સહિતની ટીમે ‘CEIR’ પોર્ટલમાં એન્ટ્રીઓ કરી સતત મોનીટરીંગ અને ટેકનિકલ વર્કઆઉટ હાથ ધર્યું હતું. ટીમની મહેનતના પરિણામે કુલ 32 મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત રૂ.7,08,791 થાય છે, તે શોધી કાઢવામાં સફળતા મળી હતી. ઉપરાંત એક અરજદારનો ચીલઝડપમાં ગયેલો રૂ.1,75,000 કિંમતનો સોનાનો ચેઇન પણ શોધી કાઢવામાં આવ્યો હતો. આમ કુલ રૂ.8,83,791ની મિલકત શોધી કાઢી તેના વાસ્તવિક માલિકોને પરત સોંપવામાં આવી હતી. આ કામગીરી દ્વારા મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ‘પોલીસ પ્રજાની મિત્ર’ છે તે સૂત્રને સાર્થક કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!