મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના કુંભારપરામાં રહેતા દિપકભાઇ હકાભાઇ ઉઘરેજા (ઉ.વ.૩૦)એ આરોપીઓ હસમુખભાઇ રમેશભાઇ ઉઘરેજા, સુનિલભાઇ રાજુભાઇ ઉઘરેજા, ગણેશભાઇ પવુભાઇ, ભીમાભાઇ રવજીભાઇ (રહે. બધા વિરપર, તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૭ ના રોજ આશરે ત્રણ સાડા ત્રણ વાગ્યાના અરશામા મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર બંધુનગર ગામ નજીક સી.એન.જી. પંપ નજીક આવેલ પંચર વાળાની કેબીન પાસે ફરીયાદીની પત્ની સાથે આરોપીને આડાસબંધ હોય, જે અંગે મનઃદુખ હોય. જેથી, આરોપીએ ફરીયાદી તથા સાહેદ સમાધાન કરવા બોલાવી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ લોખંડના પાઈપ વતી ફરીયાદીને જમણા પગે તેમજ પાછળના ભાગે તેમજ માથામાં ઈજાઓ કરી ફરીયાદી તથા સાહેદને પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો. યુવાનને આ બનાવની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.