મોરબીમાં આજે બારે મેઘ ખાંગા થયા હતા ત્યારે માટેલ ધરો ફરી છલકાયો હતો માટેલ ધરાના પાણી મંદિર ના ગેટ સુધી પહોંચ્યા જે માં ધરામાં ગાયને બચાવવા પડેલા ત્રણ લોકો ડૂબ્યા હતા જો કે આ ત્રણ પૈકી બે લોકોને ગ્રામજનોએ બચાવી લીધા હતા જ્યારે ભરત જાદુભાઈ વિજવાડિયા ઉ.વ.40 હાલ શોધખોળ ચાલુ છે ભરતભાઈને સંતાનો છે ત્યારે પરિવારમાં પણ ચિંતા વ્યાપી જવા પામી છે
ત્યારે માળીયા મી.ના ભાવપર ગામે પાણીના લીધે વીજ થાંભલા નજીક બેઠેલા ચાર બકરાના શોર્ટ સર્કિટના લીધે મોત થયા છે જેના લીધે માલિકને નુકશાન ગયું છે.
તો બીજી બાજુ મોરબીના તળાવિયા શનાળા ગામનું તળાવ તૂટ્યું હતું જેમાં
તળાવ તૂટતા મુખ્ય માર્ગ બંધ થતાં તળાવિયા શનાળા ગામ સંપર્ક વિહોણું બન્યું છે આ તળાવના પાણીમાં ગાડી ફસાઈ જતા કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે અને ક્રેન ની મદદથી કારને બહાર કાઢવા કવાયત શરૂ કરી હતી આ સાથે જ જીલ્લા કલેક્ટર જાણે હોમ કોરોન્ટાઈન હોય તેમ તમામ જવાબદારી નીચેના કર્મચારીઓને અને પોલીસ વિભાગને સોંપી દઈને પોતાની જવાબદારી થી ભાગતા જોવા મળી રહ્યા છે આ સાથે
વહીવટી તંત્રની પ્રી મોનસુન કામગીરી પર સવાલો પણ ઉભા થયા છે હાલ મોરબી પોલીસવિભાગ,મોરબી અધિક કલેક્ટર ની ટિમ અને મામલતદાર દ્વારા બનાવેલી ટિમ દ્વારા ખડેપગે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જીલ્લા કલેક્ટર જે બી પટેલ જાણે મૌન થઈ બધું જોઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે અને એસી ઓફિસમાં બેસી જ તમામ જગ્યાનો તાગ મેળવી ફક્ત કાગળ પર આદેશો કરતા જોવા મળી રહ્યા છે.