Sunday, May 31, 2026
HomeGujaratમોરબી મનપાના મેયર સહિતની ટીમે લાતી પ્લોટ વિસ્તારમાં કરી સરપ્રાઈઝ મુલાકાત :...

મોરબી મનપાના મેયર સહિતની ટીમે લાતી પ્લોટ વિસ્તારમાં કરી સરપ્રાઈઝ મુલાકાત : રસ્તાના કામોની સમીક્ષા કરી

મોરબી શહેરમાં ચોમાસા પૂર્વે વિકાસ કામોની ગતિ તેજ બનાવવા મોરબી મહાનગરપાલિકાના યુવા મેયર ઉત્તમભાઈ સુરાણી એક્શન મોડમાં જોવા મળ્યા હતા. આજે વહેલી સવારે મેયરે લાતી પ્લોટ વિસ્તારની સરપ્રાઈઝ મુલાકાત લઈ રોડ-રસ્તાના કામોની જાતે સમીક્ષા કરી હતી. મેયરે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ચોમાસા પહેલા તમામ કામો ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવાની કડક સૂચના આપી હતી.

- Advertisement -
- Advertisement -

વહેલી સવારે યોજાયેલી મેયરની મુલાકાત દરમિયાન ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબીયા તેમજ દંડક જયેશભાઈ દેસાઈ પણ સાથે જોડાયા હતા. સમગ્ર ટીમે લાતી પ્લોટ વિસ્તારના મુખ્ય માર્ગો તેમજ આંતરિક રોડ-રસ્તાની સ્થિતિનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. ચાલુ કામોની પ્રગતિ, રોડની ગુણવત્તા અને કામગીરીની ગતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. મેયરે સ્થળ પર હાજર મહાનગરપાલિકાના અધિકારીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે આગામી ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા તમામ માર્ગ સંબંધિત કામો સમયસર અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે. કામમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ઢીલાશ સહન કરવામાં આવશે નહીં અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા જણાવ્યું હતું.

ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, “મોરબીના નાગરિકોને ચોમાસા દરમિયાન કોઈ હાલાકી ન પડે અને વિકાસના કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે. લોકોની સુવિધા અને શહેરના વિકાસ માટે મહાનગરપાલિકા સતત મેદાનમાં સક્રિય છે.” મેયરે વધુમાં જણાવ્યું હતું કે મોરબીના નાગરિકોની સુખાકારી માટે મહાનગરપાલિકાની આખી ટીમ પ્રતિબદ્ધ છે અને આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવી જ સરપ્રાઈઝ મુલાકાતો અને લોકહિતના કાર્યોનું સતત મોનિટરિંગ ચાલુ રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!