Tuesday, April 16, 2024
HomeGujaratમોરબી : ટીંબડીનાં પાટીયા પાસેથી દેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી : ટીંબડીનાં પાટીયા પાસેથી દેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પોલીસે બાતમીનાં આધારે ટીંબડીનાં પાટીયા સામે, એફીલ સીરામીક પાસે ખરાબામાંથી આરોપી રાહુલભાઈ ભાણજીભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨, રહે. નઝરબાગ, સાયન્સ કોલેજ પાછળ, મોરબી-૨) વાળાને પ્લાસ્ટિકનાં બાચકા નંગ-૦૪માં ૦૫ લીટરની ક્ષમતાવાળી કોથળીઓ નંગ-૩૯માં કુલ ૧૯૫ લીટર દેશી દારૂ (કિં.રૂ.૩૯૦૦/-) સાથે ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કરી આરોપીની અટકાયત કરી છે. જ્યારે દરોડા દરમ્યાન આરોપી ઈમરાન ઉર્ફે લાલો મુસાભાઈ કુરેશી (રહે. વીસીપરા, કુલીનગર-૧, મોરબી-૨) વાળો હાજર ન મળી આવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!