મહીસાગર જિલ્લાના બાલાસીનોર પોલિસ મથક વિસ્તારમાંથી દોઢેક માસ આગાઉ ગુમ થયેલ મહિલાને મોરબી એલ.સી.બી.ની ટીમે દ્વારકા પંથકમાથી શોધી કાઢી હતી.
મહીસાગર જિલ્લાના બાલાસીનોર તાલુકાના દોલતપોરડા ખાતે રહેતી કોમલબેન મહેન્દ્રભાઇ વણકર (ઉ.વ.૧૯) ગુમ થતા બાલાસીનોર પોલિસ નોંધ કરાઈ હતી. જે મહીલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તાલુકાના સમલાસર ગામ વિસ્તારમાં હોવાની મોરબી પોલીસને બાતમી મળતા પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. જ્યાં તપાસ દરમિયાન કોમલબેન મહેન્દ્રભાઇ વણકર મળી આવતા ઇ – ગુજકોપ પોકેટ એપમાં સર્ચ મહિલા ગુમ થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને પોલીસે મહિલાને હસ્તગત કરી બાલાસીનોર પોલિસનો ટેલિફોનિક સંપર્ક સાધી ક જાણ કરી હતી.