મોરબીના મહેન્દ્ર નગર ગામ નજીક આવેલા રામધન આશ્રમમાં દર વર્ષેઋષિ પંચમીના દિવસે મહિલાઓ પૂજા અર્ચના માટે આવે છે જ્યાં મહિલાઓ સ્નાન અને પૂજા વિધિ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે જોકે ચાલુ વર્ષે કોરોના મહામારી ને ધ્યાને લઇ સરકારની ગાઈડલાઈ મુજબ ઋષી પંચમીના દિવસે થતા કાર્યક્રમ મોકુફ રાખવામા આવ્યા છે મહિલાઓ માત્ર દર્શન અને પૂજા વિધિ જ કરી શકશે અને મહિલોએ માસ્ક પહેરી અને શૉશ્યલ ડિસ્ટન્સ જાળવી આવવા આશ્રમનાં મહંત ભાવેશ્વરીમાં એ જણાવ્યું છે.