Monday, June 8, 2026
HomeGujaratમોરબીમાં ચીલઝડપના ગુન્હાનો ભેદ ઉકેલાયો : મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવનારો રીઢો...

મોરબીમાં ચીલઝડપના ગુન્હાનો ભેદ ઉકેલાયો : મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવનારો રીઢો આરોપી ઝડપાયો

મોરબી શહેરમાં જાહેર માર્ગ પર મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઈ ગયેલા રીઢા આરોપીને મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડી ચીલઝડપ ચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની યામાહા R15 મોટરસાયકલ, મોબાઇલ ફોન તેમજ બનાવ સમયે પહેરેલા કપડાં, માસ્ક અને ટોપી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન મુજબ શહેરમાં મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા અને ગુનાઓનો ભેદ ઉકેલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સીટી એ-ડિવિઝન સર્વેલન્સ સ્ટાફે CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, તા. 3 જૂન, 2026ના રોજ મોરબીના ખાટકી ચોક વિસ્તારમાં ફરિયાદી ભાવેશભાઈ વિનુભાઈ મહેતા પોતાની એક્ટિવા પર પત્ની સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર આવેલા શખ્સે પાછળ બેઠેલી તેમની પત્નીના ગળામાંથી સોનાની ચેઇન ચીલઝડપ કરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસને શંકાસ્પદ નંબર પ્લેટ વગરની યામાહા R15 મોટરસાયકલ સાથે એક વ્યક્તિ મળી આવ્યો હતો. પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં આરોપીએ ચેઇન સ્નેચિંગની ઘટનામાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. તપાસમાં ગુનામાં વપરાયેલી બાઈક, મોબાઇલ ફોન તેમજ બનાવ સમયે પહેરેલા કપડાં, માસ્ક અને ટોપી મળી આવતાં પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આરોપી સરફરાજભાઈ ઉર્ફે ફૈઝલ અબ્દુલભાઈ મંધરીયા (ઉ.વ. 32), રહે. ભુજ કેમ્પ એરિયા, ચાવડી પોલીસ ચોકી પાસે ને ઝડપી પાડી તેની સામે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનો નંબર 1081/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 304(2) મુજબની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપી અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. ભુજ એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનોમાં તેની સામે લૂંટ, ચોરી, હુમલો, ધમકી અને અન્ય ગુનાઓના કુલ 11થી વધુ કેસ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ. 1 લાખ કિંમતની યામાહા R15 મોટરસાયકલ તથા રૂ. 30 હજાર કિંમતનો મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!