Thursday, April 16, 2026
HomeGujaratશનાળા રોડ ઉપર લેન્ડમાર્ક આર્કેડ કોપ્લેક્ષની ઓફિસમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, ૪...

શનાળા રોડ ઉપર લેન્ડમાર્ક આર્કેડ કોપ્લેક્ષની ઓફિસમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, ૪ ઝડપાયા, ૧ ફરાર

ઓનલાઇન આઈડી મારફતે આઇપીએલ મેચ પર રનફેરના સોદા, પોલીસે રોકડ સહિત રૂ.૩.૦૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ પર આવેલ લેન્ડમાર્ક આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ ઓફિસમાં ગ્રાહકોને બહારથી બોલાવી મોબાઇલ એપ્લિકેશન દ્વારા આઇપીએલ મેચ પર સટ્ટો ચલાવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે રેડ કરીને ઓફીસ માલીક સહિત ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે ઓનલાઇન આઇડી ધારક આરોપી રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને પોલીસે ફરાર જાહેર કર્યો છે. આરોપીઓ ઓનલાઇન આઈડી મારફતે લાઈવ મેચ નિહાળી રનફેરના સોદા કરી જુગાર રમતા હતા. સ્થળ પરથી રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૩.૦૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શનાળા રોડ પર લેન્ડમાર્ક આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ “શ્રી કૃષ્ણ એન્ટરપ્રાઇઝ” નામની ઓફિસમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં આઇપીએલ ક્રિકેટ મેચ દરમિયાન મોબાઇલમાં આઇડી મારફત સેશન દરમિયાન રન ફેરના સોદાઓ લઈ રન થાય નો થાયનો પૈસાની હારજીતનો જુગાર રમાતો હતો. આ સાથે પોલીસે સ્થળ પરથી ઓફીસ માલીક આરોપી ઉત્તમભાઈ રમેશભાઈ કાવર ઉવ.૨૭ રહે. ગંગા એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૨ શક્તિ ટાઉનશીપ રવાપર ઘુંનડા રોડ મોરબી તથા હાર્દીકભાઈ પ્રવિણભાઈ રંગપરીયા ઉવ.૩૨ રહે. રવાપર બોની પાર્ક ઓમ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૫૦૨ મોરબી, હાર્દીકભાઈ બાબુભાઈ રૂપાલા ઉવ.૩૨ રહે. નાનીવાવડી ઓમ પાર્ક મોરબી અને ભાવિકભાઈ ગણેશભાઈ ગોધવીયા ઉવ.૩૦ રહે. ઉમીયા સર્કલ તપોવન રેસીડન્સી બ્લોક નં. ૩૦૩ મોરબી વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે ઓનલાઇન આઇડી રૂ.૧૦ લાખમાં ઉપયોગ કરવા આપનાર આરોપી વિશાલ દેવદાનભાઈ ડાંગર રહે. રવાપર મોરબી વાળો સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની રેઇડ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રૂ.૭,૫૦૦/- તેમજ ૫ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩,૦૭,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. હાલ એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!