Saturday, April 27, 2024
HomeGujaratમોરબી એસઓજી અને એલસીબી દ્વારા ત્રણ જગ્યાએથી દેશી કટ્ટો - પિસ્તોલ સાથે...

મોરબી એસઓજી અને એલસીબી દ્વારા ત્રણ જગ્યાએથી દેશી કટ્ટો – પિસ્તોલ સાથે ત્રણ ઇસમને ઝડપી લેવાયા

વાંકાનેરમાંથી બે અને ટંકારા ની નાના ખીજડીયા ચોકડી પાસેથી એક એમ મોરબી એસઓજી અને એલસીબી દ્વારા ત્રણ જગ્યાએ દરોડા પાડી દેશી કટ્ટો તેમજ દેશી પિસ્તોલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં મોરબી એસઓજી ટીમે બાતમી ને આધારે ઢુવા માટેલ રોડ ઉપર આવેલ ઇટાલીકા કારખાનાના ખુણે વોચ ગોઠવી સમીરભાઈ ખમીશાભાઈ કાતિયાર રાજકોટના ભગવતીપરા જયપ્રકાશ નગર ભારત પાન વાળી શેરી વાળાની દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત રૂ. ૧૦,૦૦૦ સાથે અટકાયત કરી હતી. તે ઇસમ મુદ્દામાલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી હેઠળ અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

જ્યારે બીજા દરોડામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચે વાંકાનેર તાલુકાના ભલગામ ગામના બસ સ્ટેન્ડ પાસેના રોડ પરથી વાંકાનેરના મીલ પ્લોટ ફારુકી મસ્જિદ પાછળ રહેતા નેકમામદ ઇબ્રાહીમભાઇ ભટ્ટી ને દેશી હાથ બનાવટના લોખંડનો કટ્ટો કિંમત રૂ. ૫,૦૦૦ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચે ટંકારા તાલુકાના ખીજડીયા ચોકડી સમા હોટેલ પાસેના રોડ પરથી ટંકારા તાલુકાના પી. ડબલ્યુ.ડી ના બંગલાની પાછળ રહેતા રજાક ઉર્ફે કલો હસનભાઈ મકવાણાને મોરબી ક્રાઇમ બ્રાન્ચે દેશી હાથ બનાવટ લોખંડની મેગ્જીન વાળી પિસ્તોલ કિંમત રૂ. ૧૦,૦૦૦ સાથે પકડી તેના વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!