Tuesday, September 1, 2026
HomeGujaratવાંકાનેર એનડીપીએસ કેસમાં વોન્ટેડ આરોપીને મોરબી એસઓજીએ ઝડપી લીધો

વાંકાનેર એનડીપીએસ કેસમાં વોન્ટેડ આરોપીને મોરબી એસઓજીએ ઝડપી લીધો

વાંકાનેર બાઉન્ડ્રી પુલ પાસેથી ઝડપાયો આરોપી, વધુ કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસને સોંપ્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એનડીપીએસ કેસમાં છેલ્લા આશરે આઠ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજીની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પુલ પાસેથી ઝડપી પાડ્યો હતો.

સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી પોલીસ અધિક્ષકની નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના અંતર્ગત મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પુલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટ કલમના ગુનામાં છેલ્લા આશરે આઠ માસથી નાસતો ફરતો આરોપી સુદિપભાઈ ઉર્ફે સન્ની ઉર્ફે દરબાર નરોતમભાઈ પીપળીયા રહે. ફુલવાડી ચાયડા વિસ્તાર થાનગઢ જી. સુરેન્દ્રનગર વાળો મળી આવતા તેને ઝડપી લઈ આગળની કાર્યવાહી સબબ આરોપીને વાંકાનેર સીટી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!