Tuesday, September 1, 2026
HomeGujaratવાંકાનેરમાં કારમાંથી ૬૦૦ લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેરમાં કારમાંથી ૬૦૦ લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો

જીનપરા જકાતનાકા પાસે વાંકાનેર સીટી પોલીસની કાર્યવાહી: દારૂ, કાર અને મોબાઇલ સહિત રૂ.૬.૨૫ લાખનો મુદ્દામાલ કબજે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક બલેનો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને વાંકાનેર સીટી પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે કારમાંથી ૬૦૦ લીટર દેશી દારૂ, બલેનો કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૬,૨૫,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી જીલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસની સર્વેલન્સ ટીમ કામગીરીમાં હોય તે દરમિયાન પો. કોન્સ. દર્શિતભાઈ વ્યાસ અને હિતેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, જીજે-૩૬-એપી-૯૨૫૧ નંબરની બ્લ્યુ કલરની મારૂતિ સુઝુકી બલેનો કાર વાંકાનેર બાઉન્ડ્રી તરફથી મોરબી તરફ જવાની છે.

બાતમીના આધારે જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હોય તે દરમિયાન બાતમી મુજબની કાર પસાર થતા કારને અટકાવી તપાસ કરતા તેમા ૬૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- મળી આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી હિમાંશુ જશવંતભાઈ સોલંકી રહે. સો ઓરડી ચામુંડાનગર મોરબી-૨ વાળાને દારૂ ઉપરાંત રૂ.૫ લાખની બલેનો કાર અને રૂ.૫ હજારનો મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ.૬,૨૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે પકડાયેલ આરોપી તથા ટોઅસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!