મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા ૩૫ વર્ષીય નેપાળી યુવકને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ત્યારે મૃતકના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. હાલ સીટી એ ડિવિઝન પોલીસે અ.મૃત્યુની નોંધ દાખલ કરી, આગળની તપાસ ચલાવી છે.
મોરબીના બેલા ગામ સ્થિત વીનઆર્ટ પેકેજિંગ કંપનીના રૂમમાં રહેતા મૂળ જકશીકુમલ્ખાણા તા-રાખમ જી-દહીલેખ નેપાળ દેશના ૩૫ વર્ષીય ગોપીન્દ્ર પદમ બડુવાલનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. મૃતકના શરીર, જમણા હાથ અને ગાલ પર છોલાયેલી ઈજાના નિશાન હોવાનું સામે આવ્યું છે. હાલ મોરબી સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.






